Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપીના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમોની સાથે જિલ્લાના પ્રસિદ્ધ ઇકો-ટુરિઝમ સ્થળો આંબાપાણી અને પદમડુંગરી ખાતે વન વિભાગ દ્વારા પણ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રકૃતિના રમણીય વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક ગ્રામજનો તેમજ યોગપ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સૌએ સામૂહિક યોગાભ્યાસ કરીને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન યોગ ટ્રેનરો અને યોગ શિક્ષકોએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસથી સ્વસ્થ જીવનશૈલી વિકસે છે, તણાવમાં ઘટાડો થાય છે અને સકારાત્મક જીવનમૂલ્યોને પ્રોત્સાહન મળે છે.

વન વિભાગ દ્વારા પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ આવકાર્યો હતો અને યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આવા આયોજનને ઉપયોગી ગણાવ્યું હતું.