Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુપર અલ-નીનોની આહટથી વૈજ્ઞાનિકોમાં ચિંતા, ભારત માટે મુશ્કેલ બની શકે 2026-27

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવી દિલ્હી: 2026-27 દરમિયાન ભારતમાં અત્યંત શક્તિશાળી અલ-નીનોની સંભાવનાને લઈને 180થી વધુ પર્યાવરણ અને હવામાન વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. 16 સપ્ટેમ્બરે ઝેનોડો પર પ્રકાશિત સંશોધન અહેવાલમાં નવેમ્બર 2026થી દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી અને સૂકું હવામાન રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અલ્પ વરસાદ અને વધતી ગરમીથી કૃષિ, પશુપાલન અને જળસંસાધનો પર દબાણ વધવાની સાથે જંગલોમાં આગનું જોખમ પણ વધી શકે છે. શહેરોમાં હિટ-આઇલેન્ડ અસર વધુ ગંભીર બની શકે છે. બીજી તરફ, સમુદ્રના વધતા તાપમાનથી મરીન હીટવેવ અને કોરલ બ્લીચિંગનું જોખમ વધશે, જેનાથી માછીમારોની આજીવિકા પણ પ્રભાવિત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ સરકાર અને સંશોધન સંસ્થાઓને સ્થાનિક સ્તરે હવામાન કેન્દ્રો સ્થાપી અત્યારથી જ રિયલ-ટાઇમ મોનિટરિંગ અને આગોતરું આયોજન શરૂ કરવા અપીલ કરી છે.