Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

LPG સબસિડી માટે આધાર બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવી દિલ્હી: સબસિડીવાળો ઘરેલુ એલપીજી સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોએ 1 ઓક્ટોબર પહેલાં આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવું પડશે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, આધાર વેરિફિકેશન નહીં કરાવનાર ગ્રાહકોને એલપીજી સિલિન્ડર મળશે, પરંતુ તે બજાર કિંમતે ખરીદવો પડશે.મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 27.43 કરોડ એટલે કે 89.9 ટકા સક્રિય ઘરેલુ એલપીજી ગ્રાહકોનું આધાર વેરિફિકેશન થઈ ચૂક્યું છે. આ પ્રક્રિયા એલપીજી સબસિડીનો લાભ માત્ર પાત્ર પરિવારોને મળે અને સબસિડીવાળા સિલિન્ડરનો વ્યાવસાયિક ઉપયોગ અટકાવવામાં મદદરૂપ થશે.ગ્રાહકો એલપીજીની ડિલિવરી સમયે, ગેસ ડિસ્ટ્રિબ્યુટરના શોરૂમમાં અથવા સંબંધિત કંપનીની મોબાઈલ એપ મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકશે.