Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આજીડેમમાંથી 15 વર્ષીય સગીરની લાશ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં સાંઈબાબા સર્કલ નજીક આવેલા ગુલાબનગરમાં રહેતો છાત્ર ઘરેથી કહ્યા વગર નિકળી ગયા બાદ લાપતા બની જતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. દરમિયાન સવારે આજીડેમમાંથી તેની લાશ મળી આવતા આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુલાબનગર-20માં રહેતો અને અભ્યાસ કરતો સચીન ટાલકેશ્વરભાઈ શાહ (ઉ.વ.15) ઘરેથી કહ્યા વગર નિકળી ગયા બાદલાપત્તા બની ગયો હતો. સચીન મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. બીજી તરફ સવારે આજીડેમ જૈન દેરાસર નજીક આજીડેમમાં ખાણ પાસે પક્ષીઓને ચણ નાખવા ગયેલા રાહદારીએ પાણીમાં લાશ તરતી જોતા પોલીસને ઉપરાંત 108ને જાણ કરાઈ હતી. 108નાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસના જમાદાર હેમંતભાઈ ધરજી પાસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી હતી.