Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિગ્દર્શક એટલી કુમાર સલમાન ખાન અને રજનીકાન્ત સાથે એક ફિલ્મ બનાવા માટે ઉત્સાહિત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિગ્દર્શક એટલી કુમાર સલમાન ખાન અને રજનીકાન્ત સાથે એક ફિલ્મ બનાવા માટે ઉત્સાહિત છે. દિગ્દર્શક આવતા મહિને આ બન્ને અભિનેતાઓ સાથે એક મુલાકાત કરવાનો છે. કહેવાય છે કે, આ ફિલ્મ માટે એટલી કુમાર છેલ્લા બે વરસથી સલમાન ખાન સાથે વાતચીત કરી રહ્યો છે. હવે તેને ભરોસો છે કે, આ ફિલ્મમાં તે રજનીકાન્તને પણ લઇ આવશે. આવતા મહિને તે બન્ને સાથે મુલાકાત કરવાનો છે. આ ફિલ્મને સન પિકચર્સ પ્રોડયુસ કરશે. ફિલ્મની અભિનેત્રીઓ વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, એટલીની ફિલ્મનું હજી શિર્ષક નક્કી થયું નથી. તેમજ ફિલ્મસર્જક તેને ૨૦૨૪નાં અંતમાં શૂટિંગ શરૂ કરવાની યોજના કરી રહ્યો છે. સલમાન ખાન પોતાની સિકંદર ફિલ્મનું અને રજનીકાન્ત કુલી ફિલ્મ પછી એટલી કુમારની ફિલ્મના શૂટિંગમાં જોડાશે.