ગોધરા દયાળ કસ્બા મેસરી નદીના પુલ પાસેથી ભારતીય બનાવટની રૂપિયા 500નાં દરની નકલી નોટો નંગ 800 સાથે બે ઇસમોને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઝડપી પાડ્યા હતા. ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળતી માહિતી અનુસાર, ગોધરા શહેરમાં બેસોમો આરટીઓથી કસ્બા તરફ ભારતીય બનાવટની 500નાં દરની નકલી ચલણી નોટો લઈને આવી રહ્યા હતા ત્યારે પોલીસે તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાનાં રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાની અનુસાર જિલ્લા એલ.સી.બી. પોલીસેને માહિતી મળી હતી કે, આર.ટી.ઓ. કચેરી તરફથી મેસર નદીનાં બાજુમાંથી અસ્મા તરફ જવાના માર્ગ પર બેય સમુહ ભારતીય બનાવટની 500નાં દરની નોટો લઈને જઈ રહ્યા છે ત્યારે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ એ ત્યાં વોચ ગોઠવી હતી જેમા એક ઇસમ હીરો પેશન પ્રો મોટરસાયકલ ઉપર તથા બીજો હીરો પ્લેઝર સ્કુટી ગાડી ઉપર બેસીને ગોધરા આર.ટી.ઓ. કચેરી તરફ આવવાના છે અને તેઓ બંને ભારતીય બનાવટી નકલી ચલણી નોટો લઇને આવે છે.
કસ્બા મેસરી નદીના પુલ પાસે નાકાબંધી વોચ રાખી બાતમી મુજબના બંને ઇસમોને મોટર સાયકલો તથા ભારતીય બનાવટની નકલી ચલણી નોટોનાં બંડલો સાથે પકડી પાડેલ છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી બે ટુ વ્હીલર બે મોબાઈલ અને અલગ અલગ દરની રૂપિયા 640ની નોટો કબજે કરી છે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા આરોપી…
1.મોહસીન સબ્બીર સીંધા (મુળ રહે.કાટાસાયણ ગામ, દાદાભાઈ ફળીયુ, તા.હાસોટ, જિ.ભરૂચ, હાલ રહે.તાદલજા અલમીનાર હાઇટ્સ બી/૪૦૧ ફાતીમા હાઇટ્સ પાસે વડોદરા),
2.સોયેબ અબ્દુલ સત્તાર પટેલ (રહે.ધંત્યા પ્લોટ અલી મસ્જીદ રોડ ગોધરા, તા.ગોધરા જી.પંચમહાલ).




