Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કમાટીબાગમાં ખોડલપાર્ક કોર્પોરેશન ગેમઝોનનાં સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા પોલીસ વિભાગ પાસેથી કોઇ પ્રકારની મંજૂર કે લાયસન્સ નહી લઇને કમાટીબાગમાં ગેમિંગઝોન ચાલુ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે લોકોની જિંદગી જોખમાય તેવી નિષ્કાળજી દાખવનાર ગેમઝોનના સંચાલક વિરુધ ઇપીકો 336 તથા જીપીએ 33(w)131 મુજબ ગુનો દાખલ કરાયો હતો. તાજેતરમાં રાજકોટ ખાતે ગેમિંગઝોનમાં સર્જાયેલી ગોઝારી ઘટનાના પગલે રાજ્યમાં તમામ ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક સહિત આનંદ પ્રમોદના જાહેર સ્થળ ચેકિંગ કરવા માટે ગૃહવિભાગ દ્વારા સુચના કરાઇ હતી. જેના પગલે વડોદરા મહાનગર પાલીકા વિસ્તારમાં આવેલ ગેમઝોન, એમ્યુઝમેંટ પાર્કસ, ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોએ આગ સહિતની કોઇ આકસ્મીક દુર્ઘટના ન સર્જાય માટે ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ, ફન પાર્કર્સ સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત કરી ચકાસણી કરવા ચીફ ફાયર ઓફીસરના સંકલનમા ટીમની રચના કરાઇ છે.

 

જેમાં સરકારના અલગ-અલગ વિભાગનાં અધીકારી, કર્મચારીઓ તથા પોલીસ સહિતની ટીમ દ્વારા કમાટીબાગમાં આવેલા ખોડલપાર્ક કોર્પો. પ્રા.લી.ગેમઝોન ખાતે તારીખ 28 મે’ના રોજ સંચાલક અને મેનેજર હિમાંશુકુમાર સંશીકાંત સોની પાસે એનઓસી તથા પરવાનગી તેમજ વાયસન્સ ચેક કરતા ગેમઝોન માટે પોલીસ કમીશ્નર તરફથી જરૂરી લાયસંસ નહી મેળવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સંચાલકે લાયસન્સ કે પરવાનગી નહી લઈ કોઈ વ્યક્તિ મનુષ્યની જીંદગી કે અન્ય કોઈ વ્યક્તિઓને શારીરીક સલામતી જોખમમાં મુકાય તેવી નિષ્કાળજી રાખી ગુનો કર્યો હોય સયાજીગંજ પોલીસે ખોડલપાર્ક કોર્પો. પ્રા.લી.ગેમઝોનના સંચાલક-મેનેજર સામે ઈપીકો કલમ 336 તથા જી.પી. એક્ટ કલમ 33(w)131 મુજબ મુજબ ગુનો દાખલ કરાયો હતો.