વાપી જીઆઈડીસી કચ્છી માર્કેટ મામુ ચાની દુકાનની બાજુમાં જાહેર રોડની બાજુમાં એકબીજાની મદદગારીથી વગર પાસ પરમિટે મોબાઈલમાં લૂડો એપ્લિકેશન ગેમમાં પૈસા વડે હારજીતનો જુગાર રમતા ચાર ઈસમો કુલ રૂપિયા 5950નાં મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપી ઉદ્યોગનગર પોલીસે અમીર ઉલ્લી જબી, ઉલ્લા શેખ (રહે.નવાબ ધાબા પાસે, સેલવાસ રોડ, ડુંગરા-વાપી, મૂળ રહે. યુ.પી.) અને આશિમ અબ્દુલ ખલિદ સિદ્દકી (રહે.જાફરાન હાઉસ સરવૈયા નગર વાપી, મૂળ રહે.ઈમરાનનગર મરીયમની ચાલી, રાજા મસ્જિદની બાજુમાં, વાપી ટાઉન, મૂળ રહે. યુ.પી.) તેમજ ઈઝમામ ઈલીયાસ ખાન (રહે. રેલવે સ્ટેશન રોડ, વાપી)ને કુલ રૂપિયા 5950નાં મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




