Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દમણનાં દરિયામાં સહેલાણીઓ અને માછીમારોને તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી જવા પર પ્રતિબંધ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દમણનાં દરિયામાં નાહવા પડતા સહેલાણીઓ ડૂબવાની ઘટના વધી રહી રહી છે. જેથી પ્રશાસને કોઈ પણ વ્યક્તિને તારીખ 26 જૂનથી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સંઘપ્રદેશના સ્થાનિક સહિત બહારથી આવતા સહેલાણીઓ તથા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહી છે. સહેલાણીઓને દમણના દરિયામાં નાહવા, તરવા, સેલ્ફી લેતી વેળા ડૂબી જવાની ઘટના વધી છે.

જેથી દમણ પ્રશાસન દ્વારા તારીખ 26 જૂનથી તારીખ 31 ઓગસ્ટ સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે, આ સાથે માછીમારોને પણ દરિયામાં જવા પર ક્રિમિનલ એક્ટ 1973 કલમ 144 હેઠળ તારીખ 26 જૂનથી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી તાત્કાલિક લગાવવામાં આવી છે જણાવવામાં આવ્યું છે કે, જો વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે ભારતીય દંડ કલમ 1860ની કલમ 188 અને અન્ય સંબંધિત કલ હેઠળ શિક્ષાને પાત્ર થશે, એમ દમણ ડે.કલેક્ટર પ્રિયાંશુ સિંહ દ્વારા ઓર્ડર બહાર પાડવામાં આવ્યો જેમાં જણાવવામાં આવ્યું છે.