Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોસંબા સિયાલજ હાઇવે પરથી 28 ટન કેમિકલનાં જથ્થા સાથે બે’ની અટક કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોસંબા સિયાલજ હાઇવે પરથી 28 ટન કેમિકલના જથ્થા સાથે બે’ની અટક કરતા ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસે સિયાલજ ગામની સીમમાંથી પસાર થતા નેશલન હાઈવે પર નંબર-48 પર એક શંકાસ્પદ ટેન્કરને પોલીસે રોકી તપાસ કરી હતી. ટેન્કરમાંથી ગેરકાયદેસર લઇ જવાતા કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ત્યારબાદ પોલીસે 28 ટન કેમિકલ સહિત ચાલક દિનેશ ઉર્ફે સંદીપ નવઘણ જોગરાણા અને ક્લીનર હમિર જેશા જોગરાણા (બંને રહે. અમરોલી, સુરત)ની પોલીસે અટક કરી આગળની દિશામાં તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.