Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માંગરોળ વિસ્તારમાંથી ચોરી કરેલ મોબાઈલ સાથે બે ઈસમો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

માંગરોળ પોલીસે બે સ્નેચરોને ચોરીનાં 22 મોબાઇલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, માંગરોળ પોલીસને માંગરોળ સહિત આસપાસનાં વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયેલા બે ઇસમો મોબાઈલ વેચવા જવાના હોવાની માંગરોળ પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે સ્થળ પર છાપો મારી આરોપી મુસ્તાક ઇસ્માઇલ પઠાણ (રહે.માંગરોળ) અને અસ્ફાક અબ્દુલ લીંબાડા (રહે.મોસાલી ગામ,તા.માંગરોળ)નાંની ધરપકડ કરી ચોરી કરેલ કુલ રૂપિયા 1.16 લાખનાં 22 મોબાઇલને રિકવર કર્યા હતા.