કોસંબાની હદમાં આવેલ લીમોદરા ગામે ઘરે પાર્ક કરેલી 70 હજાર કિંમતની મોપેડને અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર, પ્રકાશભાઇ જ્યંતિભાઇ પટેલ (રહે.લીમોદરા ગામ, તા.માંગરોળ,જિ.તાપી) પોતાની 70 હજાર કિંમતની એક્ટીવા મોપેડ નંબર GJ/19/BL/1909ને ઘરની બહાર પાર્ક કરી હતી. જેને ચોર ચોરી ગયો હતો. જેની પ્રકાશભાઈએ કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



