Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વરાછાની આધેડ મહિલાએ એસીડ પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કામરેજનાં નનસાડ આશ્રમ નજીક સુરતનાં વરાછાની આધેડ મહિલાએ એસીડ પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રમાબેન હરસુખભાઈ બાલધા (રહે. વરાછા, સુરત) એકાદશી અગિયારસના ભાવફેરી માટે બહાર જવાનું પરિવારજનોને કહેતા પરિવારે ઘરમાં કામ હોવાના કારણે જેમને બહાર જવાની ના પાડી હતી. આ નજીવી બાબતે આધેડ મહિલાને માઠું લાગી આવતા તેણે કામરેજના નનસાડ ખાતે આવેલા જન કલ્યાણ આશ્રમ પાસે એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.