Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઓલપાડ કરમલા ગામે વરલી-મટકા આંકનો જુગાર રમાડતા એક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓલપાડ કરમલા ગામનાં નવા હળપતિવાસમાં વરલી-મટકા આંકનો જુગાર રમાડતા એક આરોપીને દબોચી લીધો હતો. પોલીસે મુખ્ય આરોપી ઉસ્માન ગનીને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તારીખ 26નાં રોજ સાંજે ઓલપાડ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.

તે સમયે બાતમી મળી હતી કે, ઓલપાડ ખાતે રહેતો ઉસ્માન ગની ઉર્ફે લાલુ બારાતી શેખ માણસો રાખી કરમલા ગામના નવા હળપતિવાસમાં મુંબઈથી બહાર પડતાં વરલી-મટકા આંકનો જુગાર રમાડી રહ્યો છે. જેથી પોલીસે સ્થળ પર રેડ કરતા ત્યાં ભરત છના રાઠોડ (રહે.અશ્વિનીકુમાર એ.કે.પટેલ રોડ, પટેલનગર, વરાછા-સુરત શહેર) જાહેરમાં પોતાના વાહન પર બેસી રસ્તે આવતા-જતા લોકો પાસે પૈસા લઈ આંકો લખી જુગાર રમાડતા ઝડપાઈ ગયો હતો.

જ્યારે મુખ્ય આરોપી ઉસ્માન ગની ઉર્ફે લાલુ બારાતી શેખ પોલીસને ચકમો આપી મોબાઈલ ફોન તથા એક્ટિવા બાઈક છોડી ભાગી ગયો હતો. પોલીસે ગુના સ્થળેથી ભાગી જનાર આરોપીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 5,000/- ઝડપાયેલા આરોપીની અંગઝડતીથી મળેલા રોકડા રૂપિયા 12,780/-, એક્ટિવા બાઈક નંબર GJ/05/KT/4604 કિંમત રૂપિયા 35,000/- મળી કુલ રૂપિયા 52,780/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.