Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પાર્ક કરેલ કાર આગળ લેતાં બે બાળકો કારનાં બોનેટ નીચે આવ્યા, જોકે સદ્દનસીબે બંને બાળકોનો બચાવ થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતથી ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં પરબત પાટિયા વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના પટાંગણમાં બે માસૂમ બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કારને બહાર કાઢી આગળ ચલાવવા જતો હતો. ત્યાં જ બંને બાળકો કારના બોનેટ નીચે આવી ગયાં હતાં. જોકે સદનસીબે આ બાળકનો આબાદ બચાવ થયો હતો. પરબત પાટિયા વિસ્તારમાં રોયલ રેસીડેન્સીમાં બે બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે સોસાયટીના પટાંગણમાં રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી. બુમાબુમ થતા કાર ચાલક બહાર નીકળ્યો હતો. બંને બાળકોને બહાર કાઢ્યા હતા. જોકે સદનસીબે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતાં.