Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચેનાં ભીષણ અકસ્માતમાં બે’નાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી. જેમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનરનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મળતી માહીત અનુસાર, લીંબડી-અમદાવાદ હાઈવે પર ભલગામડા સર્કલ નજીત ડમ્પર ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. ત્યારબાદ ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જયારે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.