Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કામરેજ પોલીસ મથકમાં મારામારી અને ધાકધમકીનાં ગુન્હાનાં વોન્ટેડ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

એસ.ઓ.જી. પોલીસે પૂર્વ બાતમીનાં આધારે કામરેજ પોલીસ મથકમાં મારામારી અને ધાકધમકીનાં  ગુન્હાનાં વોન્ટેડ આરોપીને કામરેજનાં કઠોદરા ખાતેથી ઝડપી પાડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કામરેજ પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધાકધમકીનાં ગુન્હાનાં છેલ્લા 10 મહિનાથી વોન્ટેડ આરોપી સંજય હરિભાઈ ગાબાણી કામરેજના કઠોદરા ભક્તિ સ્કૂલ વિસ્તારમાં હોવાની બાતમી એસ.ઓ.જી.ને મળી હતી. જે પછી એસ.ઓ.જી.એ કઠોદરા ખાતે પહોંચી જઈ આરોપીને ઝડપી પાડયો હતો. હાલ સંજય હરિભાઈ ગાબાણી (રહે.ગઢપુર ટાઉનશિપ,કામરેજ)નાંને કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.