Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉમરગામનાં ભિલાડ નજીકના એક ગામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડી દેતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાનાં ભિલાડ નજીક એક ગામના 21 વર્ષીય યુવકે એક યુવતી સાથે એક વર્ષથી પ્રેમસંબંધ બાંધી અનેકવાર દુષ્કર્મ આચયું હતું અને તે દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આમ, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધીને યુવકે યુવતીને તરછોડી દીધી હતી જે અંગેની ફરિયાદ યુવતીએ ભિલાડ પોલીસ મથકમાં કરતા પોલીસે દુષ્કર્મ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.