Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વીજ કરંટ લાગતાં આધેડનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કપરાડાનાં પાનસ ગામનાં નિશાળ ફળિયામાં રવિવારે સાંજે ઘરની પાછળ પજારીમાં મોટર ચાલુ કરવા માટે ગયેલા રહીશને કરંટ લાગતાં તેમનું મોત નીપજ્યું હતું. જે બાબતની ફરિયાદ નાનાપોંઢા પોલીસ મથકમાં નોંધાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કપરાડાનાં પાંસ ગામનાં નિશાળ ફળિયામાં રહેતા મનસુભાઈ મંજીભાઈ ભોરસટ (ઉ.વ.55) રવિવારે સાંજે ઘરની પાછળ પજારીની અંદર મોટર ચાલુ કરવા માટે ગયા હતા. આ દરમિયાન સ્ટાટરમાં શોર્ટ સર્કિટ થતા મનસુભાઈને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. તેથી તેમનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જે બાબતની ફરિયાદ નાનાપોંઢા પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.