Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સેલવાસનાં દાદરા ખાતે આવેલ કંપનીમાં ભયાનક આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સેલવાસનાં દાદરા ખાતે આવેલ કંપનીમાં રાત્રે અચાનક આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. સેલવાસના દાદરા ખાતે પ્લાસ્ટિક પેઈલ્સ અને કેરેટ્સનું ઉત્પાદન કરતી વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ.લી. નામક કંપની આવેલી છે. જયારે બુધવારે રાત્રે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. પ્લાસ્ટિક રોમટીરિયલને કારણે આગ વધુ તીવ્ર બનતા કંપનીને લપેટમાં લઇ લેતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.

જોકે કોઇ જાનહાની થઇ ન હતી. આગની જ્વાળા દૂર દૂર સુધી આકાશમાં ફેલાય જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. કંપનીમાં લાગેલી ભિષણ આગને લઇ મેજર કોલ જાહેર કરાયો હતો. ઘટનાની જાણ થતા સેલવાસ, વાપી સહિતનાં ફાયર બ્રિગેડના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લશ્કરોએ ભીષણ આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. પોલીસની ટીમ પણ કંપની પર દોડી ગઇ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ વિગત બહાર આવી નથી પણ એફએસએલની રીપોર્ટ બાદ સ્પષ્ટ કારણ બહાર આવી શકશે. આગને કારણે કંપનીને ભારે નુકસાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો હતો.