Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Arrest : બસમાંથી યુવક તમંચા અને કારતૂસ સાથે પકડાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી અમદાવાદના યુવકને તમંચા અને કારતૂસ સાથે ઝડપી લીધો હતો. રૂપિયા 10 હજારનો મુદ્દામાલ કબજે કરીને તમંચો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક બસને ઊભી રાખી હતી. જ્યાં તબક્કાવાર મુસાફરોના સામાન તપાસવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન એક મુસાફર દ્વારા તેની પાસે રહેલો સામાન ચેક કરવા બાબતે આના ખાને કરવામાં આવી હતી જેના પગલે પોલીસને શંકા ગઈ હતી એને તપાસ કરતા તેની પાસેથી એક દેશી તમંચો અને ત્રણ જીવતા કારતુસ મળી આવ્યા હતા.

આ યુવાનની પૂછપરછ કરતા થઈ અમદાવાદના ઠક્કરબાપા નગર ખાતે ગણેશ નગર ખાતે રહેતો અરવિંદ ગાંડાભાઈ મકવાણા હોવાનું બહાર આવ્યું હતું. આ તમંચો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. હાલ તો 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ  કબજે કરીને આ યુવાન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી હતી.