Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનની માતાનું નિધન થયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન અને સાજિદ ખાન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ દિગ્ગજ કલાકારોની માતા મેનકા ઈરાનીનું તારીખ 26 જુલાઈનાં રોજ મુંબઈમાં લાંબી બીમારી બાદ નિધન થયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તીસ માર ખાનના દિગ્દર્શકની માતા લાંબા સમયથી બીમાર હતા. તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મેનકા ઈરાનીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ ફરી ઈરાનીની તબિયત લથડતા તેમને અન્ય કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તે ઘણા સમયથી બીમાર હતા પરંતૂ તેમના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આપને જણાવી દઈએ કે દિવંગત મેનકા ઈરાની પ્રખ્યાત બાળ કલાકાર ડેઝી ઈરાની અને લેખિકા હની ઈરાની (જાવેદ અખ્તરની પૂર્વ પત્ની)ની બહેન હતી.