તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

વાયનાડમાં ભૂસ્ખલનાં કારણે ભારે તારાજી સર્જાઈ : 1200 બચાવકર્મીઓ હજીપણ બચાવ કાર્ય ચલાવી રહ્યા છે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાયનાડમાં ભૂસ્ખલને ભારે તારાજી સર્જી તો ગત રાત્રે ઉત્તરાખંડમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ વિકટ બની રહી છે. વાયનાડ ભૂસ્ખલનમાં હજી અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ધરાશાયી થયેલા મકાનોનો કાટમાળ, જમીન પર મોટી-મોટી તિરાડો, પાણી જમીન પર રખડતી હાલતમાં પડેલા શબ, વાયનાડની ત્રાસદીનો આભાસ કરાવે છે. બે દિવસથી સેના અને એનડીઆરએફના જવાનો વરસાદથી તબાહ થયેલી ગામોમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ વરસાદને કારણે રાહત કાર્ય પણ કપરૂં બની રહ્યું છે.

વાયનાડના ચેલ્લિયાર નદીના કેચમેન્ટમાં આવેલા 4 સુંદર ગામો, ચુરલમાલા, અટ્ટમાલા, નૂલપુઝા અને મુંડક્કઈ ભૂસ્ખલન પછી નામશેષ થઈ ગયા છે. વાયનાડમાં માનવકૃત કુદરતસર્જિત આ વિનાશમાં અત્યાર સુધીમાં 256 લોકોના મોત થયા છે અને લગભગ 170 લોકો હજુ પણ લાપતા છે. તેમાંથી મુંડક્કઈ ગામ તો જાણે સંપૂર્ણ રીતે ભૂતિયા ગામ બની ગયું છે. તારીખ 30 જુલાઈની આ હોનારતમાં હજ પણ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. 1200 બચાવકર્મીઓ અહીં બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. માટી અને ખડક-પહાડોની વચ્ચે ભારે મુશ્કેલી સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુંડક્કઇ ગામ વાયનાડ જિલ્લાના વૈથિરી તાલુકામાં મેપ્પડી ગ્રામ પંચાયતમાં સ્થિત એક ટેકરી પર આવેલું છે.

મેપ્પડીથી મુંડકાઈ લગભગ 15 કિમી અને ચુરલમાલાથી લગભગ 5 કિમી દૂર આવેલું છે. સીતામકુંડ ધોધ અહીં આવેલો છે. ઇરુવજંજીપુઝા નદી પણ અહીંથી વહે છે. રસ્તાઓ અને કોંક્રીટના મકાનો, દુકાનો સહિતની મોટાભાગની જરૂરી સુવિધાઓ આ ગામમાં હતી પરંતુ જંગી ભૂસ્ખલને ભારે વિનાશ વેતર્યો છે. અહીંથી લગભગ 6.5 કિલોમીટર દૂર ચુરમાના નામનું એક પ્રવાસીઓનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ત્યાં સુચીપારા અને વેલ્લોલીપારા નામના આકર્ષક ધોધ આવેલા છે અને તે રજાઓ માટેનું બેસ્ટ સ્પોટ માનવામાં આવતું હતુ. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મુંડકાઈમાં લગભગ 450-500 ઘર હતા.

પરંતુ હવે આ વિસ્તારમાં માત્ર 34થી 40 મકાનો જ બચ્યા છે તારીખ 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલન પછી માટી, પાણી અને વિશાળ ખડકો પર્વતો પરથી નીચે વહેતા ગયા અને મુંડક્કઇને જ કાટમાળમાં ફેરવી દીધું. આ દુર્ઘટનામાં ગામના મોટાભાગના ઘરોને ભારે નુકસાન થયું છે. મુંડક્કઇમાં આર્મી, નેવી અને એરફોર્સ મોટા પાયે બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. આજે વાતાવરણ સામાન્ય સુધરતા એર સપોર્ટ આજે શક્ય બન્યો છે. હજી પણ કાટમાળના ઢગલામાંથી એક પછી એક મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. અનેક લોકો રાહત શિબિરોમાં દિવસો વિતાવવા મજબૂર બન્યા છે.