Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બે જણાને લૂંટી લેનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી લઇ તપાસ હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજકોટના મવડી વિસ્તારના ૪૦ ફૂટના રોડ પર ધરમનગર પાસે ચારેક દિવસ પહેલા એક શ્રમિક અને રીક્ષા ચાલક મળી બે જણાને લૂંટી લેનાર ચાર આરોપીઓને તાલુકા પોલીસે ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરમનગર શેરી નં. ૧/૨ના ખૂણા પાસે રહેતો મયંક રામસિંહ કુશ્વાહા (ઉ.વ.૧૮) અમનનગર શેરી નં.૧માં આવેલા કારખાનામાં નોકરી કરે છે. મૂળ યુપીના આગરાનો વતની છે. ગત તારીખ ૭ના રોજ રાત્રે કારખાનેથી પગાર લઇ ઘરે જતો હતો.

ત્યારે તેના ઘર પાસે જ કાળા કલરની સ્કોર્પિયોમાં ધસી આવેલા જાબો અને જય ઉર્ફે જયલો સહિતના ચાર આરોપીઓએ તેને મારકૂટ કરી, છરી બતાવી, ખિસ્સામાંથી પગારના રૂપિયા ૪ હજાર અને આધાર કાર્ડ પડાવી લીધું હતું. દેકારો થતાં મયંકના માતા દોડી આવ્યા હતા. તે વખતે એક શખ્સે તેની આંખમાં સ્પ્રે છાંટી દીધો હતો. ત્યાર પછી નજીકમાં જ ચારેય આરોપીઓએ રીક્ષા લઇને નીકળેલા ચેતનસિંહ નાથુસિંહ નકુમ (રહે. ગોકુલધામ સોસાયટી)ને અટકાવી મારકૂટ કરી, તેની આંખમાં પણ સ્પ્રે છાંટી રૂપિયા ૧૫૦૦ લૂંટી લીધા હતા. આ પછી ચારેય આરોપીઓ ભાગી ગયા હતા.

જે તે વખતે બીક લાગતા મયંકે ફરિયાદ નોંધાવી ન હતી. રીક્ષા ચાલક ચેતનસિંહે હિંમત આપતા બંનેએ તાલુકા પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. બે આરોપીઓને ઓળખતા હોવાથી તાલુકા પોલીસે તાત્કાલિક તેના આધારે ચારેય આરોપીઓને ઝડપી લઇ ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કબ્જે કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં આનંદ ઉર્ફે જાબો સંજય પરમાર (ઉ.વ.૧૯., રહે.૪૦ ફૂટનો રોડ, ઓમનગર સર્કલ પાસે), જય ઉર્ફે જયલો કિશોર મોરી (ઉ.વ.૨૨, રહે.પ્રજાપતિ સોસાયટી શેરી નં.૨, ૪૦ ફૂટ રોડ), રાજ ઉર્ફે રાજ્યો પ્રકાશ મેવાડા (ઉ.વ.૧૯, રહે. ધરમનગર શેરી નં.૪) અને ગૌરાંગ ભૂપતભાઈ ગોલીરિયા (ઉ.વ.૨૦., રહે.ન્યૂ રાજદીપ સોસાયટી શેરી નં.૨, ૪૦ ફૂટનો રોડ)નો સમાવેશ થાય છે.