Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : દેશી દારૂના જથ્થા સાથે યુવક પકડાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના ઉમરદા ગામે ફોરેસ્ટ બંગલી હિંદલા ધનમૌલી રસ્તા ઉપરથી એક યુવકને બાઈક ઉપર વગર પાસ પરમિટે દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શનિવારના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરની યુનિકોર્ન બાઈક ઉપર એક ઈસમ દેશી દારૂ સુગંધી સંત્રાનો જથ્થો બાઈકના ચોરખાનામા ભરીને નવાપુરથી નીકળી ખપાટીયા ગામેથી ઉમરદા ગામ તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉમરડા ગામે ફોરેસ્ટ બંગલી પાસે હિંદલા-ધનમૌલી થઈ આવતા રોડ ઉપર છુટા છવાયા વોચમાં હતા.

તે દરમિયાન બાતમીવાળી બાઈક આવતાં જોઈ પોલીસે ચાલકને ઉભી રાખી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, આતિશ લક્ષ્મણભાઈ ગામીત (રહે.નાની ચીખલી ગામ, દાદરી ફળિયું, વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ કરતા ડીકીમાં તથા શીટ નીચે બનાવેલ ચોર ખાનામાંથી દેશી દારૂની ૯૬ નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે દેશી દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા ૨૪,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.