Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : બાઈક સવાર દંપતિને નડ્યો અકસ્માત, પત્નીનું ગંભીર ઈજાને કારણે મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ઊંચામાળા ગામનાં ડુંગરી ફળિયાની સીમમાંથી પસાર થતો માંડવી-વ્યારા રોડ ઉપર સર્જાયેલ અકસ્માતમા બે જણાને ઈજા પહોંચી હતી, જયારે મહિલાનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારાના બેડકુવા દુર ગામના રહેવાશી ધર્મેશભાઈ સતુભાઈ ચૌધરી નાઓ ગત તારીખ ૧૬/૦૮/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે બાઈક નંબર જીજે/૨૬/એમ/૩૫૯૭ પર તેમની પત્ની સુધાબેન સાથે ઘરેથી નીકળી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે જવા માટે નીકળ્યા હતા તે સમયે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વ્યારા તરફથી આવતી એક ફોર વ્હીલ ગાડીની હેડ લાઈટના પ્રકાશથી અંજાય જતાં બાઈકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.

જેથી રોડના કિનારા ઉપર ચાલતા એક અજાણ્યા રાહદારી સાથે બાઈક અથડાવી દેતા બાઈક રોડ ઉપર પડી જતાં અજાણ્યા રાહદારીને શરીરે સામાન્ય ઈજા પહોંચી હતી તેમજ બાઈક ચાલક ધર્મેશભાઈને ચહેરાના ભાગે તથા જમના હાથના ખભાના ભાગે સામાન્ય ઈજા અને જમાના પગમાં ઘુંટણના ભાગે ફેકચર થયું હતું. જયારે બાઈક પાછળ બેસેલ ધર્મેશભાઈની પત્ની સુધાબેનને માથાના ભાગે ગંભીર ઈજા અને શરીરે નાની મોટી ઈજા પહોંચતા વધુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે તારીખ ૨૧/૦૮/૨૦૨૪ના રોજ હિમાંશુભાઈ ચૌધરીની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.