Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : દારૂનું વેચાણ કરતી લિસ્ટેડ બુટલેગર મહિલા ઝડપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના હાથી ફળિયામા મહાદેવ મંદિર પાસે રહેતી લિસ્ટેડ બુટલેગર મહિલા વગર પાસ પરમિટે પોતાના ઘરની બાજુમા પજારીના ભાગે દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરતી પોલીસ રેઈડમા ઝડપાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૧/૦૮/૨૦૨૪ના સાંજના સમયે રોજ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢના હાથી ફળિયામા મહાદેવ મંદિર પાસે રહેતી લિસ્ટેડ બુટલેગર મહિલા પોતાના ઘરની બાજુમા પજારીના ભાગે દેશી વિદેશી દારૂ રાખી તેનું ચોરી છુપીથી વેચાણ કરે છે.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી ત્યાં એક મહિલા હાજર મળી આવતાં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રીનાબેન સુંદરભાઈ ગામીત (રહે.મહાદેવ મંદિર પાસે, હાથી ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે ઘરની બાજુમાં આવેલ પજારીના ભાગે તપાસ કરતા ત્યાંથી એક એક કાપડનો વિમલનો ઠેલોમાંલી આવી હતો અને તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.