Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢ પોલીસની કામગીરી : રૂપિયા ૭૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના ટેમ્કા ગામના બસસ્ટેડ ફળિયામા આવેલ છાપરા નીચે ખુલ્લામા જુગાર રમતા ચાર જુગારીઓને રૂપિયા ૭૧,૨૩૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૧/૦૮/૨૦૨૪ના રોજ મોડી સાંજે ખાનગી રાહે બાતમી મળતી હતી કે, ટેમ્કા ગામના બસસ્ટેડ ફળિયામાં આવેલ છાપરા નીચે ખુલ્લામા કેટલાક ઈસમો નીચે બેસી ગોળ કુંડાળું કરી પૈસા પાનાં વતી હાર જીતનો જુગાર રમે છે.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા ત્યાં નીચે બેસી ગોળ કુંડાળું કરી પૈસા પાનાં વતી હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં રણજીત રમણભાઈ ગામીત (રહે.ટેમ્કા ગામ, બસસ્ટેડ ફળિયું, સોનગઢ), રમેશ વેચ્યાભાઈ ગામીત (રહે.ટેમ્કા ગામ, બંગલી ફળિયું, સોનગઢ), દીપક વિનાભાઈ ગામીત (રહે.ટેમ્કા ગામ, સોનગઢ) અને અંકુર દિલીપભાઈ ગામીત (રહે.ટેમ્કા ગામ, સોનગઢ)નાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો તથા દાવ પરના રૂપિયા તેમજ જુગાર રમવા માટે હાથ ઉપર રાખેલ રૂપિયા, ચાર નંગ મોબાઈલ અને ત્રણ નંગ બાઈક મળી કુલ રૂપિયા ૭૧,૨૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી દશરથભાઈ મેટાળીયાની ફરિયાદના આધારે ઝડપાયેલ ચારેય જુગારીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.