Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાંગ જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત તારીખ ૨૨/૮/૨૦૨૪ના રોજ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલ હોસ્પિટલોના રજીસ્ટ્રેશન, હોસ્પિટલના સ્થળ બદલી તથા તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલી અરજીઓની વિગતો મેળવી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની તપાસણી અંગેની ચર્ચા કરવામાં આવી.

પીસી એન્ડ પીએનડીટી એક્ટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમીક્ષા કરી જિલ્લામાં નોંધાયેલ તમામ ડોક્ટરોને પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ થયેલ જોગવાઈઓ, નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિંમાશું ગામીત દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લા એડવાઈઝરી કમિટીની આ બેઠકમાં સુશ્રી અનુરાધા ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી, ડો.નિલકેતુ પટેલ, ઇ.ચા.તાલુકા આરોગ્ય અધિકારી, સુબીર, ડો.દિલિપ ચૌધરી બાળરોગ નિષ્ણાત, સિવીલ હોસ્પિટલ, આહવા, ડો.ધારા પટેલ સ્ત્રીરોગ નિષ્ણાત સિવીલ હોસ્પિટલ, આહવા, શ્નિતિન પંડિત અને શ્રીમતી નિલાબેન પટેલ, આગાખાન સંસ્થા આહવા, શ્રી પટેલ ઉમાકાન્ત જી, PC&PNDT Act, પ્રોગ્રામ આસીસ્ટંટ, આરોગ્ય શાખા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.