Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના સર્જાઈ : નિર્માણાધીન ફાર્મહાઉસની છત ધરાશાયી થતાં 5 મજૂરો દટાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં ઇન્દોરની નજીકમાં આવેલા ચોરલ ગામમાં એક ફાર્મહાઉસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન નિર્માણાધીન ફાર્મહાઉસની છત ધરાશાયી થતાં 5 મજૂરો દટાઈ ગયા હતા. જેમના મૃત્યુ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટના સ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ અભિયાન ચલાવાયું હતું. જેસીબીની મદદથી દટાયેલાં અન્ય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર જ્યારે આ છત ધરાશાયી થઈ ત્યારે મજૂરો નીચે સૂતા હતા. હજુ ઘણા મજૂરો નીચે દટાયેલા હોવાની શક્યતા છે જેથી મૃત્યુઆંક વધી શકે છે. પ્રાથમિક અહેવાલો અનુસાર કાટમાળની નીચે હજુ ઘણાં મજૂરો ફસાયેલા હોઈ શકે છે. આ ફાર્મ હાઉસનું કામ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હોવાની પણ માહિતી છે. તેને લઈને તંત્ર સામે પણ સવાલો ઊઠવા લાગ્યા છે. ગામના લોકોએ કહ્યું કે આ દુર્ઘટનામાં અડધા ડઝનથી વધુ મજૂરોએ જીવ ગુમાવ્યા હોઈ શકે છે. જોકે હજુ પોલીસે કોઈના મૃત્યુની પુષ્ટી કરી નથી. કોઈ કોન્ટ્રાક્ટરના માધ્યમથી આ મજૂરો બહારથી અહીં લવાયા હોવાની જાણકારી મળી રહી છે.