Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Complaint : સગીરાનું અપહરણ થયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાના ચાપડ ગામ વિસ્તારમાં રવડોદરાના ચાપડ ગામ વિસ્તારમાં રહેતી ઘરેથી બહાર ગયા બાદ સગીરા મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા માતા સહિતના પરિવારના સભ્યોએ તેની આસપાસના વિસ્તારમાં તથા સગા સંબંધીઓના ઘરે તપાસ કરી હતી. જેથી આખરે માતા આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરાના ચાપડ ગામ વિસ્તારમાં રહેતી મહિલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ ૨૨/૦૮/૨૦૨૪ના રોજ હું તથા મારા પતિ બન્ને સવારમાં સાત વાગ્યે સોસાયટીમાં સફાઈ કરવાનુ કામ કરવા માટે ગયા હતા અને ઘરે મારા સાસુ-સસરા તથા મારી દિકરીઓ તથા દિકરો ઘરે હાજર હતા.

આખો દિવસ  સોસાયટીમાં કામ કરી સાંજે સાત વાગ્યે ઘરે પરત આવ્યા હતા અને ઘરમાં મારી મોટી દિકરી ઘરે જમવાનુ બનાવતી હતી અને ઘરમાં મારી અન્ય દિકરી જોવા મળેલ ન હતી. જેથી મે મારી મોટી દિકરીને તેના બાબતે પુછયું હતું ક્યાંક બહાર ગઈ હશે તેમ જણાવ્યું હતુ. પરંતુ આ મારી દિકરી મોડા રાત સુધી ઘરે પરત આવી ન હતી. જેથી અમે દીકરીની ગામમાં આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેણી મળી આવી ન હતી. જેથી મે અમારા સગા સબંધીઓને ત્યાં પણ તપાસ કરવા હતા તેનો કોઈ પતો લાગ્યો ન હતો. મારી દીકરીનું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. બનાવ અંગે અટલાદરા પોલીસે માતાની ફરિયાદના આધારે સગીર દીકરીની શોધખોળ હાથ ધરી હતી.