Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉમરેઠના વણસોલ પાટીયા પાસેથી જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદના ઉમરેઠ તાલુકાના વણસોલ પાટીયા પાસે મચ્છીવાળી નાળમાં જુગાર રમતા આઠ જુગારીઓને  ભાલેજ પોલીસે રોકડ રૂપિયા ૨૪,૧૭૦/- સાથે ઝડપી પાડયા હતા. જેમાં વણસોલ પાટીયા નજીક આવેલા મચ્છીવાળી નાળમાં જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમતા સાગરભાઈ શાંતિલાલ મકવાણા (રહે.નડિયાદ-ડાકોર રોડ, વણસોલ), નરસિંહભાઈ મંગળભાઈ પરમાર (રહે.નવાનગર, ચલાલી), મહેશભાઈ બાબુભાઈ દાતણીયા (રહે.પાટીયા સામે રોડ ઉપર, વણસોલ), બાબુભાઈ નાથાભાઈ દાતણીયા (રહે.પાટીયા સામે રોડ ઉપર, વણસોલ), કનુભાઈ ઉદાભાઈ સોલંકી (રહે.પ્રાથમિક શાળા સામે, વણસોલ), ગોપાલભાઈ બાબુભાઈ દાતણીયા (રહે.પાટીયા સામે રોડ ઉપર, વણસોલ), ભરતભાઈ જાદવભાઈ દાતણીયા અને રાજેશકુમાર ઉર્ફે રાજુભાઈ કાંતિભાઈ પટેલને ભાલેજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.