Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : સીંગપુર ગામનાં દવાખાના સામે અકસ્માત, એકનું ગંભીર ઈજાને કારણે મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સીંગપુર ગામે દવાખાના સામેથી પસાર થતાં સીંગપુર વાઘનેરા જાહેર રોડ ઉપર ઈકો કારનાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે હંકારી લાવી શખ્સને અડફેટે લેતા તેનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ઈકો કારના ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારાના ઈન્દુ આઈ.ટી.આઈ.ની સામે રહેતા ભાવેશ સવદાસભાઈ જોગલ નાઓ તારીખ 06/03/2025 નારોજ સવારના સમયે પોતાના કબ્જાની ઈકો કાર નંબર GJ/25/AA/8155ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો. તે સમયે સીંગપુર ગામે દવાખાના સામેથી પસાર થતાં સીંગપુર વાઘનેરા જાહેર રોડ ઉપર મુકેશભાઈ ઝીણાભાઈ વસાવા (ઉ.વ.49)ને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં મુકેશભાઈને ચહેરાના ભાગે તેમજ પીઠ અને પેટનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે અંકિતભાઈ વસાવાએ ઈકો કારનાં ચાલક સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.