તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : મોપેડ ઉપર દેશી દારૂનાં જથ્થા સાથે બે યુવકો પકડાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઉંચામાળા ગામનાં ડુંગરી ફળીયામાંથી પસાર થતાં ઉંચામાળાથી ખોડતળાવ જતાં રસ્તા ઉપરથી વગર પાસ પરમિટે મોપેડ ઉપર દેશી દારૂનાં જથ્થા સાથે બે યુવકો પકડાયા હતા. બનવા અંગે પોલીસે બંને વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફના માણસોને તારીખ 06/03/2025 નારોજ બાતમી મળી હતી કે, એક એક્સેસ મોપેડ ઉપર બે ઈસમો ઈંગ્લીશ દારૂનો જથ્થો મૂકી ખોડતળાવ- ઉંચામાળા થઈ માંડવી તરફ જનાર છે.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉંચામાળા ગામનાં ડુંગરી ફળીયામાંથી પસાર થતા ઉંચામાળાથી ખોડતળાવ જતાં રસ્તા ઉપર રોડની સાઈડમાં ઝાડોની આડમાં વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી એક્સેસ મોપેડ બાઈક નંબર GJ/26/AD/5539ને આવતાં જોઈ મોપેડ બાઈકને ઉભી રખાવી હતી ત્યારબાદ પોલીસે મોપેડ ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, મેહુલરાજુભાઈ માળી (રહે.મચ્છીમાર્કેટ, સોનગઢ) અને પાછળ બેસેલનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રાકેશ છબીલદાસ પારઘી (રહે.જમાદાર ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું તેમજ મોપેડના આગળના ભાગે એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટની દેશી દારૂની કૂલ ૪૮ નંગ બોટલો મળી આવી હતી. જોકે આ પ્રોહી. મુદ્દામાલ આપવા જતાં રોશન ચૌધરી (રહે.રતનિયા ગામ, માંડવી)નાને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે પકડાયેલ બંને યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.