મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં ગડત ગામનાં આંબલી ફળીયામાંથી પસાર થતાં વ્યારાથી ઉનાઇ જતાં જાહેર રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક સવાર ઈસમનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, ડોલવણના ગડત ગામનાં નિશાળ ફળિયામાં રહેતા જનતાભાઇ નાથુભાઈ કોટવાડીયા (ઉ.વ.૫૫)નાઓ ગત તારીખ 21/02/2025 નારોજ મોડી સાંજે પોતાની કબ્જાની બાઈક નંબર GJ/05/PN/6448ને લઇ જતા હતા. તે સમયે ગડત ગામનાં આંબલી ફળીયામાંથી પસાર થતા વ્યારાથી ઉનાઇ જતાં જાહેર રોડ ઉપર કોઇ એક અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઈક ચાલક જનતાભાઇને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જનતાભાઇને મોઢાનાં ભાગે અને છાતીનાં ભાગે બંને પાંસળી ઉપર તથા ફેફસાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પુત્ર નવીનભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે તારીખ 05/03/2025 નારોજ ફરિયાદ નોંધાવી હતી.




