Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : મોટરસાઈકલ પરથી કાબુ ગુમાવતાં ચાલકનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં વાંઝાફળી ગામથી ટેમ્કા ગામ જતાં ટેમ્કા ગામની સીમમાં આવેલ વળાંકમાં મોટરસાઈકલ ચાલકે કાબુ ગુમાવી દેતા ગંભીર ઈજા પહોંચતા ચાલકનું યુવકનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, સોનગઢનાં દરડી ગામનાં ગામઠણ ફળિયામાં રહેતા સુરેશભાઈ મનાજીભાઈ ગામીત (ઉ.વ.૨૨)નો તારીખ 06/03/2025 નારોજ મોટરસાઈકલ નંબર GJ/26/S/1747 લઈને ‘કામરેજ ટોરેન્ટ પાવર કંપની ખાતે નોકરી ઉપર જાવ છું’ તેમ કહીને ઘરેથી નીકળેલ હતો. તે સમયે વાંઝાફળી ગામથી ટેમ્કા ગામ જતા ટેમ્કા ગામની સીમમાં આવેલ વળાંકમાં સુરેશભાઈએ પોતાની કબ્જાની મોટ૨સાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સાથે પડી ગયો હતો જેથી સુરેશભાઈના માથાના ભાગે ડાબી બાજુ કપાળ ઉપર ગંભીર ઈજા પહોચતા તેમજ મોઢાના ભાગે નાક ઉપર અને છાતીના ભાગે મુઢ ઈજા થવાથી સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે મનાજીભાઈ ગામીત નાએ તારીખ 07/03/2025 નારોજ સોનગઢ પોલીસ મથકે જાણ કરી હતી.