Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાડકુવા નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર ત્રણ યુવકો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા તાલુકાનાં તાડકુવાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કારમાં આવેલા અજાણ્યા ત્રણ ઇસમો ધોળે દિવસે અપહરણ કરી જવાની ઘટનાને લઈ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જોકે વિધાર્થીનીને શોધવા પોલીસે કવાયત કરતા કારને વલસાડ પોલીસની મદદથી વલસાડથી ઝડપી પાડી ત્રણ આરોપીને ઝડપી પડ્યા હતા. જયારે યુવતીના પ્રેમીએ લગ્ન કરવાના ઈરાદે મિત્રોની મદદથી ઉઠાંવી ગયો હોવાનું બહાર આવ્યું હતું.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાનાં તાડકુવાની એકતા નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કોલેજ જવા માટે તારીખ 06/03/2025 નારોજ પગપાળા જતી હતી. તે સમયે કારમાં એક માસ્ક પહેરેલો શખ્સ ઉતરીને ૨૦ વર્ષીય વિદ્યાર્થિની રિન્કુ ગામીતને ખેંચીને ગાડીમાં ઉઠાવી ગયો હતો જેથી તેની સાથેની વિધાર્થીનીઓએ પોલીસને કાર નંબર જીજે/૦૫/જેપી/૭૬૭૬માં ત્રણ જણા હોવાનું અનુમાન વ્યકત કર્યું હતું. આ પ્રકરણમાં તાપી પોલીસ એલર્ટ બની તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો. કંટ્રોલ રૂમમાંથી આસપાસનાં પોલીસ મથકોએ જાણ કરતા વલસાડ ખાતે નાકાબંધી કરી ફોર વ્હીલને ઝડપી પાડી હતી. જેમાંથી યુવતી તથા પોલીસે આરોપી રાહુલભાઈ બાલુભાઈ ગાવિત (ઉ.વ.૨૯., રહે.પીપરન, ચર્ચ ફળીયું, નવાપુર), અશોકભાઈ વન્યાભાઈ ગાવિત(ઉ.વ.૨૮., રહે.કરંજીખુર્દ, નવાપુર) અને દિપકભાઈ દાસુભાઈ ગાવિત (ઉ.વ.૨૮., રહે.પીપરન, નિશાળ ફળીયું, પાટીબેડકી, નવાપુર)ની ધરપકડ કરી હતી.

આમ, પોલીસ પુછતા રીંકુએ જણાવેલ કે, તે ઘરેથી તાડકુવા ખાતે આવેલ એક્તા નર્સીંગ કોલેજમાં અભ્યાસ અર્થે જવા નિકળેલ હતી તે દરમિયાન વ્યારાનાં રીધમ હોસ્પીટલ સામે આવેલ રોડ પરથી ચાલતી ચાલતી જતી હતી. ત્યારે રાહુલ બાલુભાઈ ગાવીત નાનો તેના બે મિત્રો અશોક અને દીપક સાથે મારૂતી અર્ટીગા ગાડીમાં આવી જબરજસ્તીથી મારૂતી અર્ટીગા ગાડીમાં બેસાડીને અપહરણ કરી લઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતીએ સંબંધ તોડતા પ્રેમી રાહુલએ લગ્ન કરવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું અપહરણ માટે ફોરવ્હીલ ભાડેથી લાવવામાં આવી હતી અને તેના બંને મિત્રો જેમાં અશોક ચાલક તરીકે અને દીપક પણ આ પ્રકરણમાં સામેલ હતો.