Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બાજીપુરા ગામની સુમુલ બ્રીજ પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાનાં વાલોડ તથા સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બાજીપુરા ગામની સુમુલ બ્રીજ પાસેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો વાલોડ તેમજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ/લુંટના બનાવો બનેલ હોય જે ગુનાના કામે વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા માટે તારીખ 10/03/2025 નારોજ પેટ્રોલીગમાં હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામે સુમુલ બ્રીજ પાસેથી વાલોડ પોલીસ સ્ટેશન અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી દિલીપ ગુણવંતભાઇ વસાવા (ઉ.વ.૨૧., રહે.ગામ ભમાડીયા સામર ફળિયું, તા.વાલીયા,જિ.ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો તેમજ આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.