Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કપરાડાનાં માંડવા ગામે અજાણ્યા વાહન અડફેટે રાહદારી ઈજાગ્રસ્ત થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડનાં કપરાડાનાં માંડવા ગામેથી ગત તારીખ ૦૧-૦૩-૨૫ નારોજ પસાર થઈ રહેલા કોઈક અજાણ્યા વાહનના ચાલકે તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અંદાજિત ૪૦થી ૪૫ વર્ષના અજાણ્યા રાહદારીને અડફેટે લઈએ અકસ્માત સજર્યો હતો. આ અકસ્માતમાં અજાણ્યા રાહદારીને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

બંગાળી અને મરાઠી ભાષા બોલતા ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નાનાપોંઢા સી.એચ.સી.માં અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને છેવટે સુરતની સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું બુધવારે સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના બીજા બનાવની વિગતો મુજબ અબ્રામા વિસ્તારની મણીબાગ સોસાયટીમાં આવેલ મધુર ટ્વિન્સ એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશભાઈ મુલચંદભાઈ કનોજિયા બુધવારે સાંજે બાઈક લઈને અબામા ગિરિરાજ હોટલ સામે આવેલી ડી-માર્ટ મોલમાં સામાનની ખરીદી કરવા ગયા હતા. સામાનની ખરીદી કર્યા બાદ કલ્પેશભાઈ પરત આવી રહ્યા હતા. તે સમયે હાઈવેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી અસે.ટી. બસના ચાલકે કલ્પેશની બાઇકને અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં કલ્પેશભાઈને ગંભીર ઈજા થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.