Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચોરીને અંજામ આપનાર તથા ચોરીનો માલ રાખનાર સહિતના ચાર શખ્સોની પાસા ધારા હેઠળ અટકાયત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરમાં ચોરીને અંજામ આપનાર તથા ચોરીનો માલ રાખનાર સહિતના ચાર શખ્સોની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ તથા ભાવનગરની મધ્યસ્થ જેલમા મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા શહેરમાંથી શરીર સબંધી મિલ્કત સબંધી, સાયબર ઓફેન્ડર, નાણા ધીરધાર, ટાફીક ઇમોરલ, આર્મ્સ એકટ, જાતીય સતામણી તેમજ પ્રોહીબીશન તથા જુગાર સહિતની ગુનાકીય પ્રવૃતિ વારંવાર આચરતા હોય છે.

ઉપરાંત આવા ગુનેગારોની સતત રાખી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારો ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાય છે.  શહેરમાં શાંતી અને ભાઇચારો જળવાઇ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમ્યાન પણ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઇ વારંવાર ગુનાઓ કરતા આરોપીઓ વિરુદ્ધ પાસા તેમજ તડીપાર હેઠળ અટકાયતી પગલા લેવાની પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પીસીબીએ સૈફઅલી ઉર્ફે છોટુ શોકતઅલીખાન પઠાણ, સમીર અરશદરખાન પઠાણ, નરેન્દ્ર કૈલાશચન્દ્ર શાહ (સોની) અને ભગતસિંગ રંજનર્સિંગ ઉર્ફે કાલુસિંગ બાવરી પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ અને ભાવનગરની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.