તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : સળિયા ભરેલો ટેમ્પો પલટી જતાં કેબિનમાં બેસેલી ત્રણ મહિલા ઈજાગ્રસ્ત, એક બાળકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાનાં વડકુઈ ગામમાં સ્મશાન પાસે વળાંકમાં અચાનક સળિયા ભરેલો ટેમ્પો પલટી જતા કેબિનમાં બેસેલી ત્રણ મહિલાઓ તેમજ બાળકને ઈજા થઈ હતી. જોકે ગંભીર ઈજાને લીધે ચાર માસનાં બાળકનું કરુણ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ઉંચામાળાના ગામના રહીશ પ્રતાપભાઈ અણુમથક પ્લાન્ટમાં પ્રાઈવેટ નોકરી કરે છે. તેમના મકાનનું બાંધકામ ચાલતું હોવાથી સળિયાની જરૂર પડી હતી.

ગત તારીખ 09/04/2025 નાંરોજ દિશાબેન પ્રતાપભાઈ ચૌધરી (ઉ.વ.૨૫) તથા તેમનો દીકરો આરૂન જેની ઉંમર ૪ માસ ૨૬ દિવસ તથા તેમના સાસુ નીતાબેન રવિન્દ્રભાઈ તથા દાદી ચણકીબેન છનાભાઈ ચૌધરી ગામનો એક ટેમ્પો લઇને ઉમકકુવા ગામે માસી સાસુ રૂમાબેનને ત્યાં વધેલા સળિયા ભરી લેવા માટે ગયા હતા. જેથી ગામનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/26/T/4919માં સળિયા ભરીને રાત્રિ દરમિયાન તેઓ પરત ઘરે આવી રહ્યા હતા.

તે દરમિયાન ટેમ્પા ચાલક મુકેશભાઈ રમણભાઈ ચૌધરીએ વડકુઈ ગામમાં ભાઠી ફળિયામાં સ્મશાન પાસે વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પોનાં કેબિનમાં બેસેલ નીતાબેનને તેમજ અન્ય બે મહિલાઓને પણ ઈજા થઈ હતી. જયારે માસુમ બાળક આરૂનને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેનું મોત થયું હતું. આમ, ઘર બાંધકામ કરવા સળિયા લેવા ગયેલ પરિવારે એકમાત્ર માસુમ દીકરાને ગુમાવ્યો હતો. બનાવ અંગે દિશાબેન ચૌધરીએ તારીખ 10/04/2025 નાંરોજ કાકરાપાર પોલીસ મથકે ટેમ્પોના ચાલક મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી.