તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : ‘કેમ અમારી દુકાન તરફ પાણીનાં છાંટા ઉડાડો છો’ જેવી બાબત પરથી મારામારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢનાં જામખડી ગામના અને હાલ રાણીઅંબા ગામે બજાર ફળિયામાં રહેતા બરૂનકુમાર સુરેન્દ્રપ્રતાપ રાજપૂત શ્રી ઠાકોર કાર્ટિંગના નામથી કાટિંગનો વ્યવસાય કરે છે. જોકે તેઓ ૫ મહિનાથી સોનગઢ ખાતે શિવાંશ કાર વોશિંગ નામની દુકાન ચલાવે છે.

તેની બાજુમાં જ તેના કાકાનાં છોકરા રાહુલ ગજરાજસિંગ ઠાકુરની દુકાન આવેલી છે.તેમણે સોનગઢ પોલીસ મથકમાં આપેલી કરિયાદ અનુસાર ગત તારીખ ૪ એપ્રિલના રોજ તેમના મોટા ભાઈ સતીશ પ્રતાપસિંગ પર કાર વોશિંગ કરતાં કારીગર રણજીતભાઈ ગામીતનો ફોન આવ્યો હતો કે, તમારા કાકાનો છોકરો રાહુલ ગજરાજસિંગ ઠાકુર (રહે.રાણીઆંબા, સોનગઢ) આપણી દુકાને આવી, ‘કેમ અમારી દુકાન તરફ પાણીના છાંટા ઉડાડો છો’ તેમ કહી ગાળાગાળી કરી રહ્યો છે.

આ વાતની જાણ થતાં બરૂન ત્યાં પહોંચ્યો હતો. જયાં રાહુલ તેની દુકાન અને બરૂનની દુકાન વચ્ચે ઈંટની દીવાલ ચણી રહ્યો હતો. આથી બરૂને આ બાબતે કહેતા રાહુલે મેં બધુ માપીને જ કરેલ છે, બધુ બરાબર છે તારે કોઈ બોલવાની જરૂર નથી તેમ કહ્યું હતુ. ત્યારબાદ તેણે ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી ધક્કો મારી દીધો હતો. આથી બરુન નીચે પટકાતાં તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેની દુકાનમાં કામ કરતાં લોકોએ આવીને ઊંચકી કારમાં બેસાડયો હતો તેમજ રાહુલે બરુનને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે બરૂનકુમાર સુરેન્દ્રપ્રતાપ રાજપૂત નાંએ તારીખ ૦૯/૦૪/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે રાહુલ ગજરાજસીંગ ઠાકુર વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.