વ્યારા નગરનાં લક્ષ્મીપાર્ક સોસાયટીમાંથી IPL ક્રિકેટ મેચમાં પૈસાવતી અવાર અને રન ઉપર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર એક યુવકને ઝડપી પાડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં લક્ષ્મીપાર્ક સોસાયટીમાં IPLની મેચ પર પૈસા વતી અવર અને રન ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક યુવકને તાપી પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસોને મળેલ બાતમીના આધારે તારીખ ૧૨/૦૪/૨૦૨૫ નાંરોજ વ્યારાનાં લક્ષ્મીપાર્ક સોસાયટી બગલા નંબર ૨/રના આગળના ભાગે રેઇડ કરતા કૌશલ યોગેશભાઇ ઠક્કર નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ, પોલીસના જણાવ્યા અનુસાર કૌશલ ઠક્કર હાલમાં ચાલતી આઇ.પી.એલ. મેચમાં મોબાઇલ ફોન ઉપર આઇડી દ્વારા સટ્ટો રમાડતો હતો. આ પોલીસે પકડાયેલા આરોપી પાસેથી ૨૪ હજાર રોકડા અને ૧ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨૯ હજારનો મુદ્દામાલ ક્બ્જે કર્યો છે, જયારે અન્ય ૪ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હત.




