Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નિઝર પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ચારને ઝડપી પાડ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં વાંકા ચાર રસ્તા પાસે એક છાપરામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો રમાડનાર એક અને રમતા ત્રણ ઈસમો ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ 17/04/2025 નાંરોજ નિઝર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, અંતુર્લી ગામે રહેતો શાંતુભાઈ મોત્યાભાઈ પાડવીનો વાંકા ચાર રસ્તા પાસે એક છાપરામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો લખી અને લખાવી હારજીતનો જુગાર રમાડે છે.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્યાં છાપરામાં એક ઈસમ બેસી તેના હાથમાં બુક લઈ બોલપેન વડે બુકમાંથી લખતો તેમજ બાજુમાં કેટલાક માણસો ઉભા રહીને કંઈ લખાવતા હોવાની શંકા જતા પોલીસે ચારેય બાજુથી કોર્ડન કરી ચાર જેટલા ઈસમોને પકડી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે બુકમાં પેન વડે કઈક લખતા ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, શાંતુભાઈ મોત્યાભાઈ પાડવીના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બીજા ત્રણ ઈસમોનું નામ પૂછતા સુનિલભાઈ અરૂણભાઇ પાડવી (રહે.ચીચોદા ગામ, નિઝર), અભિમાન રામદાસ મોરે (રહે.મુબારકપૂર ગામ, નિઝર) અને અશ્વિન કૃષ્ણ પાડવી (રહે.નિઝર) હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 12,00/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.