Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નોઈડામાં એક હોટલમાં ભયાનક વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરપ્રદેશનાં નોઈડામાં એક હોટલમાં ભયાનક વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે. વિસ્ફોટ બાદ હોટલમાં ભીષણ આગ લાગતા લોકો જીવ બચાવવા ધાબા પર ચઢી ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. ટીમે તમામ લોકોને હેમખેમ બચાવવાની સાથે આગ પર પણ કાબુ મેળવી લીધો છે.

મળતા અહેવાલો મુજબ પ્રાથમિક તપાસમાં એસીમાં વિસ્ફોટ થયા બાદ હોટલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સીએફઓ પ્રદીપ કુમાર ચૌબેએ કહ્યું કે, અમને સેક્ટર-46ના બી બ્લોક સ્થિત સ્વાસ્તિક ઓમ હોટલમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના ચાર વાહનો અને હાઈડ્રોલિક વાહનને ઘટનાસ્થળે મોકલાયા હતા.

ટીમ પહોંચી ત્યારે બીજા માળે આવેલી હોટલના એક રૂમમાં આગ લાગી હતી. ભીષણ આગના કારણે લોકો જીવ બચાવવા માટે ધાબા તરફ ભાગ્યા હતા. આમાંથી મોટાભાગના કર્મચારીઓ હતા. વિભાગની એક ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે, જ્યારે બીજી ટીમે જીવ બચાવવા ધાબા પર ભાગેલા તમામને બચાવી લીધા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો કરી 20 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો છે. ફાયર બ્રિગેડના વધુ ત્રણ વાહનોને પણ ઘટનાસ્થળે હાજર રખાયા હતા.  સીએફઓએ કહ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ એસીમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી.