Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દાંડીનાં દરિયા કિનારે ડોલ્ફિન મૃત હાલતમાં મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારી જિલ્લાનાં દાંડી દરિયા કિનારે અતિ દુર્લભ ગણાતી ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવતા વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી બાદ તેની દફનવિધિ કરવામાં આવી હતી.

નવસારી જિલ્લા વન વિભાગને સોમવારે સવારે દાંડીના દરિયા કિનારે ભરતીના મોજામાં મૃત હાલતમાં ડોલ્ફિન તણાઈ આવી હોવાની માહિતી મળી હતી. જેના આધારે વન વિભાગના સુપા રેન્જના આર.એફ.ઓ.નો સ્ટાફ દાંડી દરિયા કિનારે પહોંચ્યો હતો. જ્યાં તેનું પી.એમ. કરાવ્યા બાદ દરિયા કિનારે ખાડો ખોદી દફનાવવામાં આવી હતી. વન વિભાગના જણાવ્યા પ્રમાણે મૃત હાલતમા મળી આવેલી ડોલ્ફિન(મેલ) નું આશરે ૭ દિવસ પહેલા કુદરતી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.