Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રતનપોર ગામમાં હારજીતનો જુગાર રમતા ચાર પકડાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં રતનપોર ગામની સીમમાં પૈસાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા ચાર ઈસમોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.  

જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને રાજપારડી પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે, રતનપોર ગામની સીમમાં આવેલ એક સિલિકા પ્લાન્ટની પાછળ બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પૈસાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે.

આમ, પોલીસે બાતમીવાળી રેઈડ કરી જુગાર રમતા ચાર ઈસમો ઐયુબ મહંમદ કુરલ, શરીફ ગુલુ પીંજારા, રૂપસીંગ ભલુ વસાવા અને સુમન ભીખા વસાવાને રોકડા રૂ. ૪,૩૫૦, મોબાઈલ ચાર નંગ અને ઓટોરીક્ષા મળી કુલ રૂપિયા ૧,૦૫,૧૩૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.