અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવકનું મોત નિપજ્યું હતું. 
ત્યારે આમલાખાડી બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચનાં જંબુસરનાં કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા જુનેદ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેની સાથે રહેલ મોહસીન નામના યુવાનને ઈજા પહોંચી છે.



