વ્યારાનાં સરૈયા ગામનાં દાદરી ફળીયામાંથી એક ઈસમને તેના ઘરની બાજુમાં આવેલ પજારીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. 
જેથી પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ લીટર ૨૪ જેની કુલ કિંમત રૂપિયા ૪,૮૦૦/-, તથા ગરમ અને ઠંડુ રસાયણ મળી કુલ લીટર ૩૬૦ જેની કુલ કિંમત રૂપિયા ૯,૦૦૦/- તેમજ એલ્યુમિનિયમનાં હાંડલા અને પિત્તળની દેગડી મળી કૂલ રૂપિયા ૧૪,૬૦૦/-નો મુદામાલ ઝડપી પાડ્યો હતો, જયારે મનોજ ગૌરીશંકર પાંડે (રહે.ઘોડચીત ગામ, તા.સોનગઢ)નો દેશી દારૂ બનાવવા માટે ગોળ પુરો પાડી મદદગારી કરી આ કામે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધારી હતી.



