તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સોનગઢથી સુરત જતાં રોડ પરથી પ્રોહી. મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક પકડાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડનાં બાજીપુરા ખાતે આવેલ સુમુલ દાણની ફેકટરીની સામે સોનગઢથી સુરત જતાં રોડ ઉપરથી પીકઅપ ટેમ્પોમાં તરબૂચની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી જનાર ઉન ગામનાં યુવકને ઝડપી પાડી પાડી કૂલ રૂપિયા ૬,૦૯,૮૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે પ્રોહી. જથ્થો ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વાલોડનાં બાજીપુરા ખાતે આવેલ સુમુલ દાણની ફેકટરની સામે સોનગઢથી સુરત જતાં રોડ ઉપરથી તારીખ ૨૫/૦૪/૨૦૨૫ નાંરોજ મહિન્દ્રા કંપનીની પીકઅપ ટેમ્પો નંબર જીજે/૧૯/વાય/૯૮૧૨નો ચાલક સોયેબ મુસ્તાકભાઈ શેખ (રહે.સત્યાનારણ નગર, ઉન, તા.ચોર્યાસી, સુરત)એ પોતાના કબ્જાની પીકઅપ ટેમ્પોમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બીયર ટીનની કૂલ ૯૧૨ નંગ બોટલો મળી આવી હતી.

જેની કિંમત રૂપિયા ૧,૦૪,૮૮૦/- હતી. આમ, પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો, એક નંગ મોબાઈલ તેમજ પીકઅપ ટેમ્પોમાં ભરેલ તરબૂચનો જથ્થો અને પીકઅપ ટેમ્પો મળી કૂલ રૂપિયા ૬,૦૯,૮૮૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પ્રોહી. જથ્થો ભરાવનાર અને મંગાવનાર મુકેશ (રહે.સુરત)નાંને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ટેમ્પો ચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પ્રોહી. જથ્થો ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.